સમાજની દુર્બળતાઓમા સુધાર


🌎સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ બીજાથી તદ્દન અલગ સંસ્કૃતિ ધરાવતા, ચોક્ક્સ ભૌગોલિક વિસ્તારમાં રહેતા, સંપની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો.આધુનિક યુગમાં આવી ચર્ચાઓ કરવી અને અમલમા મૂકવી એ કદાચ નિરર્થક લાગે ત્યારે આપણે સમાજને બચાવવી જોઈએ,સમાજના વિશિષ્ટ મૂલ્યોને જાળવી રાખીને એક ધરોહર સાચવવાની વાત કરશું ત્યારે એ અર્થે સાર્થક લાગશે. *એકતા કરીને આપણે લડાઈ લડી અલગાવવાદી થવું નથી* પરંતુ સમાજે પોતાના રિવાજો અને પોતાનો શારીરિક ઢાંચો ખોવાનો નથી એ એટલું જ મહત્ત્વનું છે એમ ગણીને તમામે નીચેના કાયદાઓ પર ચાલવું પડશે. જો નહિ ચાલીએ તો સામાજિકીકરણના બદલે સમાજનું પોતાનું નુકશાન થશે. જ્યારે સમાજ નુકશાન વેઠે ત્યારે એ દેશને પણ ખોટ જાય છે. માણસજાત જ્યારે જંગલમાં રખડતિ-ભટકતી જિંદગી જીવતી હતી ત્યારથી આજદિન સુધી તેની ક્રમબદ્ધ પ્રગતિ માટે સમાજની આગવી ભૂમિકા રહી છે. આપણે હંમેશા આવી રીતે જ વિકાસ કર્યો છે.માટે સમાજે હંમેશા સાતત્ય જાળવી રાખીને આગળ વધવું જોઈએ.


-👉સમાજના દરેક સભ્યો સંપ રાખીને ચાલતા નથી. ત્યારે આ એક સળગતો પ્રશ્ન છે. એકતા ન હોવાના કારણે સમાજને અનેક જે મુશ્કેલીઓ પડે છે એની ચર્ચા બાદ કરતાં એકતા માટે શું કરી શકાય એની ચર્ચા કરીએ. 


🫴દરેક સમાજના અલગ અલગ આછાપાતળા નિયમો હોય છે એ નિયમો એકસૂત્ર કરીને સમાન રીતે લાગુ પાડવા જ જોઈએ. સમાજનું રાજકારણ એકસૂત્ર વાળું હોવુ જોઈએ અને સમાજના રિવાજો તમામ જગ્યાએ એક સમાન અને તેમાં થતો આર્થિક ખર્ચો ઓછો કરવો જોઈએ. *જ્ઞાન, કાયદો, માર્ગદર્શન માટે એક સંસ્થા કે સર્વસ્વીકૃત એક પુસ્તકની જરૂર છે .*

👉 જે પ્રબોધક સંતો અને રાજકરણીઓ છે એમને સમાજના માણસોને ભ્રમિત કરવા ન જોઈએ અને પોતાની સમાજમાં વિશ્વાસ ટકાવી રાખવો જોઈએ.


🧑🏻‍💻શિક્ષણ, વ્યાપાર આ બે બાબતોમાં ભરપૂર સમાજના બંધુઓ એકબીજાને સહકાર કરવો જોઈએ. આમાં થાય કેવું કે જે લોકો શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થાય એટલે અમુક સભ્યો સમાજને ભૂલી જાય એટલું જ નહિ સમાજને બદનામ કરવાનું રાખે. એ એવા કૃત્ય કરે જેથી સમાજની ઊભી કરેલી બ્રાન્ડને બદનામ કરે. આવું રાજનીતિમાં અને વ્યાપારમાં પણ ઠીક ઠીક હશે. આ બાબતે સમાજના આવા સમજદાર લોકોએ યહૂદી, શીખ અને પારસી જેવા સમાજોને જોઈને પ્રેરણા લેવી જોઈએ. જેઓએ ક્યારેય પોતાના ભાઈઓને ભૂલ્યા નથી અને એક સમયે આવા નાના કબિલાઓ ગણાતા લોકોએ ધીરે ધીરે મોટા ધાર્મિક સમુદાય બની ગયા છે. દુનિયા પર રાજ કરે છે.એનું કારણ કે તેઓ એ ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી પણ *પોતાના મૂળિયાં ક્યારેય ભૂલ્યા નહિ. એમણે પાણી સિંચ્યું અને બીજાને પણ મદદ કરીને એમની પ્રગતિ કરી.*



👉આપણે ત્યાં ત્રણ પરિવર્તનની પરંપરા રહી છે. એનાં ત્રણ અનુયાયીઓ છે જે





 🔴(i) કર્મઠ કે રૂઢિવાદીઓ કે જેઓ ચુસ્ત રીતે પ્રાચીન પરંપરાઓ રિવાજોને વળગી રહેવામાં માને છે. 

🔴 (ii) સુધારાવાદીઓ માને છે કે નવા યુગના સંજોગો અનુસાર થોડો ફેરફાર કરવો જ પડશે. 


 🔴(iii) મધ્યમમાર્ગી સંરક્ષણવાદીઓ માને છે કે રૂઢિચુસ્તો કહે છે તેમ સમાજનાં મુખ્ય લક્ષણો તો જળવાઈ જ રહેવાં જોઈએ, પણ કેટલીક છૂટ મૂકી શકાય. દા.ત., સ્ત્રીઓ બાબતે,યુવાનો બાબતે ,લગ્ન વગેરે. સંરક્ષણવાદીઓ અને સુધારાવાદીઓ માને છે કે સમાજનાં સંમેલનોમાં કે શિક્ષણમાં સ્ત્રી-પુરુષનું સમાન સ્થાન હોવું જોઈએ અને પંચોમાં કે નિયમ બનાવવામાં પણ સ્ત્રીઓની ગણતરી થવી જોઈએ.



☑️સમાજની દુર્બળતા દરેક સમાજની લગભગ સરખી છે. જેમની નથી એમના સમાજમાં કઠોર નિયમો છે.કઠોર નિયમો થકી કેટલાક અંશે એવી ઘાતક કે સમાજને લાંછન કરનારી પ્રવૃત્તિનું દમન થઈ શકે પરંતુ તેનું શમન ના થઈ શકે. એના માટે છે-શિક્ષણ અને શિક્ષણ પણ એવું કે તે મેળવીને એ સમાજ ઉપયોગી બને. સમાજ ઉપયોગી બનનાર વ્યક્તિને (સ્ત્રી - પુરુષ ) ને સમાજ સમ્માન કરશે એવો મોહ ક્યારેય ન રાખવો જોઈએ કારણ કે સમાજ હંમેશાં ગુમરાહ થતો રહે છે એ એની ભોળપણ છે પણ સદકરમી એ સમાજને રાહ દેખાડવી જ પડશે. એક એવી સંગતિ થવી જોઈએ જેમાં સર્વસ્વીકૃત નિયમો બને. *બધાને લાભ થાય અને સમાજ સુધાર થાય એવી યોજના તૈયાર થાય.* પરિસરો બાંધવાનો સમય નથી. એ પણ સમય હતો જ્યારે આવું કરવું એ એક ખૂબ જ સારું ગણાતું પરંતુ હવે સમાજને આગળ વધવાના તબક્કાઓ બદલાયા છે. એને એવી રીતે આગળ વધવું જોઈએ.


-કશુંક





Comments

Popular Posts