તાલીમ દરમિયાનની બે રચનાઓ

 


(૧) અમે આ ચાલ્યા

તમે કહો તે આદેશ લઈને - અમે આ ચાલ્યા,
તમે કહો તે વેશ પહેરીને   - અમે આ ચાલ્યા.

મૂડ નથી તોય કરી દાહિને મૂડ- અમે  આ ચાલ્યા,
મર્દ છીએ તોય કરી પીછે મૂડ- અમે આ ચાલ્યા.

ગિરનાર-દાતાર-જંગલ નીરખીને- અમે આ ચાલ્યા,
સાથે છે પ્રકૃતિ મનોમન હરખીને- અમે આ ચાલ્યા.

વાતવાતમાં સાંભળી લઈને ગાળ- અમે આ ચાલ્યા,
તમે કહો ત્યારે કપાવી વાળ - અમે આ ચાલ્યા.

જેવુ-તેવું જમીને કરવા દાવ  - અમે આ ચાલ્યા,
ન થાય તો રાજીનામું લાવ  - અમે આ ચાલ્યા.

તમે કહો તે જી - હજૂર  - અમે આ ચાલ્યા,
થાય રજાઓ નામંજૂર  - (તો) અમે આ ચાલ્યા.

નિર્દોષ ના દંડાય લઈને શીખ  - અમે આ ચાલ્યા,
પછી આપે સજા સૌને ભીખ  -  અમે આ ચાલ્યા.

વતનથી દૂર કરવા સેવા માતની  - અમે આ ચાલ્યા,
શિખામણ યાદ  કરી  તાતની  - અમે આ ચાલ્યા.

ઘટતા તાલીમના દિવસો ગણીને  - અમે આ ચાલ્યા,
PTC ને પરિવાર           ગણીને -  અમે આ ચાલ્યા.

જે થાય તે જોઈ      લઈને - અમે આ ચાલ્યા,
'કશુંક' પોતાનું જમીર ખોઈને  - અમે આ ચાલ્યા.

-by ASI સુરેશ ચૌધરી ' કશુંક ' ૪૯૪


(૨) પોલીસની તાલીમ ત્યારે......

મારી રજાઓ જ્યારે નામંજૂર થાય છે ,

પોલીસની તાલીમ ત્યારે સમજાય છે.


જેલ કહી ના શકાય-સુધારગૃહ માનીલો,

કેદીની જિંદગીનો અહેસાસ અનુભવાય છે.


શું હોય આઝાદી ! શું હોય આબાદી ! ,

માત્ર અર્થ એનો વાંચીને સમજાય છે.


કોઈ પર ભરોસો અહી કેવી રીતે મૂકશો,

રોજ દિવસભર એનો મુદ્દો ચર્ચાય છે.


પરેડ-લો ક્લાસ-ગેમ્સ-અને રોલકોલ,

રિક્રૂટના શ્વાસો આની વચ્ચે હંફાય છે.


ચેકરોલ - ઠપકો - દંડ જોવું છું ત્યારે,

શું કહું - મન ખૂબ જ અકળાય છે !


અગર કોઈ બોલે કે આપે સજા મને,

ભવિષ્ય મારું મારી સામે દેખાય છે.


વતનથી દૂર કોઈના માટે અહી નથી આવ્યો,

છતાંય લાગણીઓનો પ્રવાહ કયા રોકાય છે.


સિસ્ટમ નથી સુધારવી , નથી કોઈને સમજાવવા,

જીવન છે ' કશુંક ' આ તો આમ જ જીવાય છે




-ASI સુરેશ ચૌધરી ' કશુંક ' (૦૫/૧૨/૨૦૨૩)









Comments

Popular Posts