પરેશ' એક અપરિચિત ચહેરો

"હેલ્લો, ગુડમોર્નિગ, મે અમિતાભ બચ્ચન બોલ રહા હું; ક્યા મેરી સુરેશ શે બાત હો રહી હે." 

"હવે બચ્ચન વાળી, બોલ ક્યારે કોલેજ જવા નીકળે છે ? આવે તો છે ને !"

              સવારમાં હજું તો હું ઉઠીને બ્રશ બીજું પતાવતો હોઉ ત્યારે ફોનનની રિંગ વાગતી ને આ અવાજ હંમેશા આવતો.ને હું પણ જવાબ ઉપર મુજબ આપતો. ક્યારેક તો સવાર સવારમાં ઝપાઝપી ફોન પર થઈ જતી !!

               એ કોણ હોય ? પરેશ ઉર્ફે પરેશિયો.  મારા અમુક મિત્રો એને માધ્યમિકમાં બોચિયો કે'તા ! આજે એની પાસે ઉપલબ્ધી છે એટલે સ્વાભાવિક
હું,પરેશ  અને મિત્ર પ્રભુ;
પાલનપુર.
મને લખવાનું અને તમને વાંચવાનું ગમે.આમતો એ મારો મિત્ર સાથે ચિત્રકલાનો શિક્ષક છે. મને ચિત્ર દોરવામાં કે ઓળખવામાં અત્યારે જે કઈ રુચી છે એ આ પરેશનાં કારણે. આમતો મારા એકએક દોસ્તાર ભિન્નભિન્ન કળાઓમાં પારંગત છે એમનાં વિશે અવશ્ય લખવાનું છે જેમ ઉમાશંકરભાઈ હોય કે સ્વામી આનંદ હોય બધાયે લખ્યું જ છે ને ! પણ મિત્રતાં આજીવન ટકી રહેવી એ બહું મોટી વાત કેવાય, દરેક જણનાં વિચારો સરખાં ન હોય એટલે મતભેદ થાય, આપણે એને અંતે મજાકનું રુપાળું નામ દઈને પતાવટ કરતાં હોઈએ પણ તોય અમુક કિસ્સાઓ ગેરસમજનાં કારણે તુટીને બસ રહી જાય ત્યારે મિત્રતાં દુશ્મનાવટ કે અન્યમાં પલટાતી હોય છે.

                        પરેશ સાથે હું ધોરણ ૧૧માં ભણતો ત્યારે નજીક આવ્યો. એ ત્યારે સાવ શરમાળુ અને ઓછાબોલો હતો.આજે એમાં પરિવર્તન આવ્યું એ હું ના કહી શકું ! પણ ભણવામાં સાહેબે એકવાર પ્રશંસા કરેલી એટલે અમે સૌ નવિનસાહેબનો શિષ્ય કહેતાં ! અગ્રેજીમાં ભાઈ અમારા કરતાં આગળ હતાં , અક્ષરો સારા આવે, છેલ્લી બેન્ચે એનું સ્થાન રહે....એવો આ વિદ્યાર્થી ! સ્કુલ છુટે અથવા સ્કુલે જવાનું થાય ત્યારે એ હંમેશ મારી વાટ જોતો. આમ તો કારેલીથી એ એક જ મારી સાથે અપડાઉન કરતો સહઅધ્યાયી હતો, એટલે એ બંગલે આવીને બીજા મિત્રોને પુછતો 'સુરો હેડ્યો કે નઈ ?' 

                  અમારુ બારમુ ધોરણ હેમખેમ ગયું, મારે બહોળા માર્ક આવ્યા. કશી ખબર નહોતી કે આગળ શું ભણવું...નવાઈ લાગશે મે આઈ.ટી.આઈમાં ઓનલાઈન ફોર્મ ભરી કાઢ્યું...એ વખત યાદ છે.ખૈર, મારી સાથે પરેશ ન હોત તો હું આ લખી પણ ના શકત.કેમકે જી.ડિ.મોદિમાં ભણવું, અગ્રેજી વિષય પસંદ કરવો, એમાં પાસ થવું, આ બધુ પરેશ વગર શક્ય નહોતું.પાલનપુરમાં એડમિશન તો મળી ગયું પણ રહેવાની વ્યવસ્થા નઈ...પરેશે જ મને ત્રણ દિવસ રહેવાની વ્યવસ્થા કરી આપી. પણ જેટલા ઉપકાર કર્યા એટલો એણે મને વિતાડ્યો ય ખરો. જગાણાં વાળી ઘટનાં એને યાદ હશે, એ દિવસે મે મેસેજ લખીને ખૂબ ગાળો દિધેલી !

                એના લગ્ન થયાં, મને નિમંત્રણ મળ્યું. હું ગ્યો એને જે માન આપ્યું તે હું એને ભવિષ્યમાં શું આપી શકિશ !
સુરાલયમાં મારુ માન સતત હાજરીથી હોય છે;
મસ્જિદમાં રોજ જાઉ કોણ આવકાર દે ! -મરીઝ

            પરેશ ના મળ્યો હોત તો શાયદ હું ભેદભાવમાં માનનાર રુઢિચુસ્ત બની જાત. તેણે મને તેમનાં સવાલો અને પરિસ્થિતિનો અણસાર આપ્યો. એક દિવસ એની રુમે ગ્યો ત્યારે એ ચોપડામાં કઈંક લખેલ હતું, વાચ્યું..અહોહ... એને પણ આ દુનિયાને કરવાની ફરિયાદો...હતી. તેણે એમાં કવિતાઓનો ગુલદસ્તો લખી રાખ્યો હતો.એ કવિ પણ છે.કવિ માણસ ત્યારે જ મને જ્યારે એનામાં દર્દની ખાણ ભરેલી હોય અને એ જ્યારે ફાટ ફાટ થાય ત્યારે શબ્દો લખાતાં હોય છે.અને એજ શબ્દો અમર થતાં હોય છે.

             કોલેજમાં દરેક વખતે પરિણામમાં આગળ રહેતો.પછી તેણે સરકારી બિ.એડ કોલેજમાં એડમિશન લીધું અને મે સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરવાનું વિચાર્યું. અમે એ સફરમાં છુટા પડિ ગયાં. આજે પણ ફોન આવે એટલે કહે;

'સુરા, આપણો સાથ છુટી ગયો....યાર તારે મારી સાથે બિ.એડ કરવાનું હતું'

' નહી, નહી...હું ભણીને કંટાળ્યો છું,ભાઈ'

' હા, પણ અહી તારુ ગમતું ભણવાનું હતું અને આપણે બે જણ સાથે હોત તો લડિ લેત!'

           પરેશ કઈ લડાઈ  લડવાની વાત કરતો હશે એ તો એજ જાણે...પણ એનાં હૃદયમાં ત્યારે ભારે શ્વાસ સાથે નખાતો નિસાસો હતો.એણે મારી સાથે એકપણ વાત છુપાવી નથી એવો એ મિત્ર છે.એ ક્યારેક મારી સાથે ચાલાકી કરતો પકડાય તો કહે ખરો ; ' આ તો હું તારી પાસેથી શિખ્યો છું'

          'પરેશ' એ આખી ખુશહાલ સિક્રેટ જિંદગી છે,મારા માટે એ મારો મિત્ર હોય તો કોઈના માટે એ માત્ર 'પરેશ' હોઈ શકે..એને આ એક બ્લોગ કે કોઈ પુસ્તકનાં ચોપાનિયામાં સમાવીના શકે.આજે એની નાની ઉપલબ્ધી મોટા ચડાણનું પગથયું બની રહેશે. એને ખૂબ ખૂબ શુભકામનાઓ.

Comments

Unknown said…
વાહ ! ખુબ સુંદર સુરેશભાઈ,ને પરેશભાઈ ને પણ ખુબજ સારી શુભકામનાઓ 💐💐👍👌
Unknown said…
Khub Khob saras suresh bhai ....pareshbhai ne dher sari shubhkamnao🙏🙏
સુરેશ said…
khub khub abhar dosto..
Par said…
Good work bhai...
પરેશભાઈ જેવા મિત્ર મળવા એ જિંદગીનો એક લહાવો કહેવાય...સુંદર

Popular Posts