અકૂપાર-એક પરિચય

ખેતરની ખુલ્લી હવામાં બેસીને મે આ નવલકથા પુરે પુરી વાંચી છે આથી મને વાચવામાં વધુ આનંદ આવ્યો.એમ કહું કે લેખકનાં શબ્દોને શબ્દ:શ અનુભવી શક્યો.આમતો હું પુસ્તક વાચવા બેસુ ત્યારે એમા ડુબી જાવુ અને પુરેપુરુ વાચ્યા બાદ તેની સ્મૃતી મારા લખાણ દ્વારા અંકિત કરી લઉ.મારી આ વૃતિએ મને હંમેશા દરેક પુસ્તકનું સંભારણું લખવાં પ્રેયો છે.
    અકૂપારને વાચવી.તે મનમાં નિર્ધાર છેલ વહેલાં થઈ ગયેલો.હું કોલેજનાં બીજા વર્ષમાં હતો ત્યારે મે રસખાતર સમુન્દ્રાન્તિકે નવલકથા વાચેલી.ત્યારથી આવી પ્રકૃતિને લઇને વણાયેલી નવલકથા વાચવાની આદત લાગેલી.આથી વિચારેલું કે ધ્રુવભાઈની અકૂપાર પણ વાચુ.હવે એ વિચાર માત્ર વિચાર જ રહી ગયો ને ભૂલાઈ ગયો.પરંતુ વોટ્સપ પર વિડિયો સાહેબે મુકેલો તે જોયો.તેમાં અકૂપારનાં કેટલાક અંશો કોઈક કલાકાર કહી રહી હતી.મને ત્યારે રસ જાગેલો એમ કહી શકાય.અને નસીબજોગ એજ બહેનકલાકાર અમારી કોલેજમાં મંથન કાર્યક્રમમાં બોલાવેલા એટલે આવેલા.તેમણે ત્યારે સાંસાઇનું પાત્ર ખૂબ જ ઉમદી રીતે રજુ કરેલું.તેનાં કેટલાક સંવાદો મને યાદ રહી ગયેલાં..ગય્ રના નામે તમે તમારી કેરીયું વેસો...વેગેરે.આમ ત્યારે પ્રબળ ઈચ્છા  નવલકથા વાચવાની થયેલી.પરંતુ ત્યારે મારી કોલેજની પરીક્ષાઓ નજીક આવતી હતી.અને ત્યારે મારુ વલણ થોડુક ઉંધુ થઈ ગયેલું.એટલે એમ કે નવલકથા વાચવામાં સમય બગાડવો એ કરતાં જી.કે વાચવું શું ખોટું.નોકરી મળ્યા બાદ ઘણીય નવલકથા વંચાશે.આમ વિચારીને માડી વાળેલું.


પરંતુ મિત્રો પ્રત્યાઘાતથી.અસફળતાથી વેગેરે બાબતોથી હેરાન થઈ ગયેલો હું.હવે મને શાંત પાડી શકે એવો મારી પાસે નતો કોઈ ભાઈબંધ એટલે મે સાહિત્યનો આસરો લેવાનું વિચાર્યુ.મારી કોલેજ પણ પુરી થઈ ગયેલી એટલે ઘરે જવાનું હતું.ત્યા મારી પાસે પુષ્કળ પુસ્તકો વાચવા માટે હતાં પરંતુ મને શાંત કરી શકે તેવા પુસ્તકો નહોતાં.પણ કહેવાય છે કે શોધો તો મળી રહે એમ મને પ્રતિલિપિની મદદથી મને જોઇતી નવલકથા આ અકૂપાર મળી રહી.


કૂલ મળીને ૨૭ પ્રકરણ છે.સાંસાઈ ,આઇમાં,ધાનુ,વિક્રમ કે ભરથરી,દાનોબાપુ,ડોરોથી વેગેરે પ્રેમાળ પાત્રો છે.ખાસ ગીરની વેદનાં એનું સૌદર્ય અને એનું રૌદ્ર સ્વરુપ વેગેરે અદ્ભુત વર્ણવ્યા છે.મને તો દરેક પ્રકરણમાં એક નોખી વાત નજરે ચડી.અમે કોલેજની પરીક્ષા બાદ સૌરાષ્ટ્રમાં ફરવા જવાનું આયોજન કર્યુ હતું.તે સફળતો ન થયુ.પણ આ નવલકથા વાચ્યા બાદ હું કહી શકુ કે મે આખી ગીર ખુંદી વળી છે.એ સાવજો પાસે જઈ આવ્યો.હિરણનાં ઘુંટડા પણ પઈ આવ્યો.ઘેડમાં પણ આટો માર્યો હોય એવું ય લાગ્યુ.

જેમ હું વાચ્યે જાવું એમ એમ મને લાગે કે હું આ બધુ અનુભવી રહ્યો છું.એ ધાનુનું સાહસ લાજુની વાતો કે સાંસાઇની ચિંતા.બધુ જ મે અનુભવ્યું છે.આઈમાંની વાત્યુનો ભેદ જાણ્યા બાદ તો ગદગદ્ થઇ જવાય.મને તો આ નવલકથા વાચ્યા બાદ એ બોલી પણ બોલતાં આવડી ગઈ.તમે માનતાં હો તો બોલું.

હું તો અકૂપાર વાચીને સાચેજ સૌરાષ્ટ્ર ગીર ફરી આવ્યો છું.ધ્રુવભાઈની નવલકથાઓમાં હંમેશા રહસ્ય હોય જ.એમ આ પણ એક રહસ્યમય નવલકથા છે.ચિત્રો દોરવા આવેલો નાયક એક સાચેજ વાચકની નજરો આગળ ગીરનું ચલચિત્ર ખડુ કરી દે છે.
ધન્યવાદ.


Comments

Popular Posts